07/07/2026
🚩🕉️🚩🪔🛕🪔🚩🕉️🚩
*🙏🏻દિવસની શરૂઆત સારા વાંચનથી કરીએ પ્રથમ ટેવ બનશે. પછી રસ પડશે, પછી સમય જતાં ભગવાનની કૃપા ઉતરશે.*
*🙏🏻 સનાતન હિન્દુ ધર્મનું ઘરેણું - રામાયણ અને ભાગવત🙏🏻*
*🌼 યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ - 607 🌼*
*જેમ, આકાશ કંઈ પણ કરતુ નથી-છતાં પણ વૃક્ષની ઉત્પત્તિમાં કારણભૂત થાય છે,તેમ, આત્મા સર્વદા સ્વ-રૂપમાં જ રહેનારો હોવા છતાં,ચિત્તની ચેષ્ટાઓમાં કારણભૂત થાય છે.જેમ ભીંત નું રૂપ,તેની પાસે જો દીવો હોય તો જ સ્ફુરે છે,તેમ,મનનું રૂપ આત્માની સંનિધિથી જ સ્ફુરે છે.ચૈતન્ય-રૂપ આત્મા અને જડ-રૂપ-ચિત્ત,કે જેઓ સ્વર્ગ અને પૃથ્વીની જેમ-પરસ્પર સંબંધ વગરનાં જ છે,તેમનો પરસ્પર કોઈ જ સંબંધ હોઈ શકે જ નહિ.*
*ચપળ ગતિ કરાવનારી "પ્રાણની શક્તિ"ઓએ વશ કરેલા ચિત્તની મૂર્ખતા ને લીધે, "ચિત્ત આત્મા છે" એમ માની લેવામાં આવે છે,પણ વાસ્તવિક રીતે જોતાં ચિત્ત આત્મ-સ્વ-રૂપ છે જ નહિ.આત્મા તો પ્રકાશ-રૂપ,નિત્ય,સર્વ-વ્યાપક અને સર્વ શક્તિમાન છે-જયારે,ચિત્ત તો હૃદયના મોટા અંધકાર-રૂપ,અનિત્ય,પરીમીત પ્રદેશમાં રહેનાર અને શઠ છે.હે રામ,તમે વાસ્તવિક રીતે સર્વજ્ઞ આત્મા જ છો અને ચિત્ત-રૂપ કદી પણ નથી.*
*દેહ-રૂપી-ઘરમાં રહેલો,આ મન-રૂપી-પિશાચ,આત્માને કદી અડકી શકતો નથી,તે છતાં પણ,ચૂપચાપ (ખોટી) રીતે એ આત્માને પોતના સ્પર્શ વાળો માની લે છે.આ મન-રૂપી-પિશાચ,એ સંસારમાં નાખનારો,અકલ્યાણ-રૂપ,અને ધૈર્ય-રૂપી સર્વસ્વ ને હરી જનારો છે,તેને છોડીને તમે સ્વ-રૂપ માં (આત્મામાં) સ્થિર થાઓ.ચિત્તે,મજબૂત રીતે પકડેલા મનુષ્યને શાસ્ત્ર,ગુરુ,બાંધવો કે કોઈ પણ બચાવી શકતા નથી.પણ ચિત્ત-રૂપી વેતાલ શાંત થતાં,થોડી મૂર્ખતા રહી હોય-તો -તે પુરુષને શાસ્ત્ર,ગુરુ કે બાંધવો-તે મૂર્ખતામાંથી બહાર કાઢી શકે છે.*
*આ જગત-રૂપી-શૂન્ય-નગરમાં નાચ્યા કરતા ચિત્ત-રૂપી-વેતાલે,સઘળા દેહ-રૂપી-ઘરને દુષિત કરી નાખ્યું છે,એથી તે ચિત્ત ભયંકર ત્રાસને આપનાર છે.શાંત ચિત્ત તો થોડા ઘણા સત્પુરુષો નું જ હોય છે.હે રામચંદ્રજી,આ જગતમાં જે જે દિશા સાંભળવામાં આવે છે,તે તે દિશા,મોહ-રૂપી-વેતાલોની મસ્તીઓવાળાં દેહો-રૂપી મનુષ્યો થી જ ભરપૂર હોય છે.તમે "ધૈર્ય" નું દૃઢ અવલંબન કરીને, તમારા આત્માનો ઉદ્ધાર કરો.*
*આ જગતમાંના પ્રાણીઓના સમુહમાં,તમે વિષયોના રસ પીવાથી સફળ થયા છો-એમ માનો નહિ,અજ્ઞાનથી આ જગતમાં વિહાર કરો નહિ-પણ અજ્ઞાન ને ત્યજીને સિંહના સમાન (શક્તિશાળી) બનો.સ્વજનોની મમતા-રૂપી કાદવની ખાડ,કે જે બહુ થોડા સમય સુધી જ ઠંડી લાગે તેવી છે,તેમ છતાં તે- કાદવથી ખરડી નાખનાર છે,માટે તેમાં પાડાની પેઠે પડવું યોગ્ય નથી.*
*ભોગોના વૈભવોને દૂર કરી નાખવા જોઈએ,મહાત્માઓની પદવીને અનુસરવું જોઈએ,અને પોતાના જીવનના અમુલ્ય પ્રયોજન નો વિચાર કરીને પોતાના આત્માનો જ આશ્રય કરવો જોઈએ.આ દેહની આસક્તિ-રૂપ કાદવમાં ડૂબવું એ યોગ્ય નથી,કેમ કે એ કાદવમાં ડૂબેલા લોકોને -ચિંતા-રૂપી-દારુણ રાક્ષસી ખાઈ જાય છે.*
*🙏🏻જય સીતારામ*🙏🏻
*🙏🏻 જય હનુમાનજી દાદા 🙏🏻*
*‼️બાપા સીતારામ‼️🚩*