07/08/2021
પર્યટકો માટે એક અગત્યની સૂચના
ગામનાં આસ્થાની બાબત
અમે પહેલાં પણ જણાવી ચૂક્યા છે પણ જેનો અમલ નથી થઈ રહ્યો.
ગામ લોકો પાસેથી ઘણી ફરિયાદો સાંભળવામાં આવી રહી છે.
આ મહત્વનો મુદ્દો ગામ લોકોની આસ્થા સાથે જોડાયેલો છે.
પર્યટકો માટે માવલી માતા ફક્ત ધોધ છે.
પરંતુ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતિક છે.
આ જગ્યાને માતા તરીકે બિલ્પુડી ના સ્થાનિકો દ્વારા પૂજવામાં આવે છે.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ગામમાં જમીન ખેડવા પહેલાં અહીં નારિયેળ ચઢાવવાંમાં આવે છે.
પાક તૈયાર થઈ ગયાં પછી પાકની કાપણી કરતા પહેલાં પણ માંવલી માતા આગળ અગરબત્તી નારિયેળ ચઢાવવામાં આવે છે.
ગામમાં કોઈ પણ ઘરે લગ્ન પ્રસંગ હોય તો પહેલી કંકોત્રી પણ અહીં જ મૂકવામાં આવે છે.
આ રીતે દરેક શુભ કાર્ય કરતાં પહેલાં અહીં દીવો સળગાવી પૂજા કરવામાં આવે છે.
અહીં બે માવલી માતા છે.
સોનાજળ માવલી માતા જેને મોટી માવલી માતા અને રૂપાજળ જેને નાની માવલી માતા તરીકે ઓળખવામાં આવે છે.
આ બંને જગ્યાએ પૂજા કરવામાં આવે છે.
દર વરસે એક વાર અહી મોટી પૂજા પણ ગામના વડીલોની આગેવાનીમાં થાય છે જેની માહિતી ને ફોટોસ અમે આગળ અપલોડ કરી ચૂક્યાં છે.
હવે મહત્વની વાત એ છે કે સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે કે બહારથી આવતાં પર્યટકો બૂટ ચંપલ પહેરી આ પવિત્ર સ્થળ ઉપર ચઢી જાય છે અને ગામવાસીઓની લાગણી દુભાવી રહ્યાં છે.
કેટલાંક લોકો તો દારૂ પીને બોટલો પણ માવલી માતાના પવિત્ર સ્થાનક આગળ જ નાખી જાય છે.તેમજ ત્યાં આગળ ઘણી ગંદકી પણ ફેલાવી રહ્યા છે.
તો આ બધી ખોટી પ્રવૃતિઓ અટકે એમ ગામલોકોનું કહેવું છે.
જો આ સ્થળની પવિત્રાનું અપમાન કરવામાં આવશે તો યોગ્ય પગલાં પણ લેવામાં આવશે.
આ પ્રકારનું જ પ્રવાસીઓનું વલણ જારી રહ્યું તો આ સ્થળ ગ્રામપંચાયત દ્વાર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી શકે છે.
મંદિરના પટાંગણથી આગળ જ આ માહિતીનું બોર્ડ લગાવેલું છે.
પણ જૂનું થતાં ઝાંખું દેખાય છે.
પણ વંચાય એવું તો છે.
તમે મંદિર માં જાવ તો બૂટ ચંપલ બહાર કાઢો છો.
પવિત્ર સ્થળ હિસાબે એની મર્યાદા જાળવો છો તેમ આ પણ એક પુંજનીય પવિત્ર સ્થળ છે તો તેની કદર કરો અને મર્યાદા જાળવો.
બીજી પણ ગ્રામજનોની ફરિયાદ છે કે માવલી માતાના ધોધ પર લોકો ઘણો શોર કરે છે ને ગમે તેમ ગાળો બોલે છે.
ધોધ પર જતાં રસ્તામાં સ્થાનિકો ખેતીનું કામ કરતાં હોય છે.
તેમજ રસ્તે વડીલો અને સ્ત્રીઓ અને નાના બાળકો હોય ત્યાં પણ કેટલાક પર્યટકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે.
તેમજ રસ્તા પર પણ ગાડી ક્રોસ કરતી વખતે ઝગડો કરે છે ત્યારે જોર જોરથી ગાળો બોલે છે.
ત્યાં નજીક માં ઘરો હોય છે સ્ત્રી બાળકો હોય છે એ પણ જોતા નથી.
તો એમને કહેવું છે કે થોડી શરમ કરો અને ગરિમા જાળવો.
જય માવલી માતા 🙏
જય હિન્દ 🙏