19/08/2026
જૂનાગઢના પ્રાચીન શીતળાકુંડ ખાતે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી! 🌸🪔
પવિત્ર શ્રાવણ માસના શીતળા સાતમ પર્વે જૂનાગઢના ઐતિહાસિક શીતળાકુંડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતાજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરિવાર અને સંતાનોના ઉત્તમ સ્વાસ્થ્ય તથા સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી મહિલાઓએ રાંધણ છઠ્ઠે બનેલી ઠંડી વાનગીઓ અને કૂલેરનો ભોગ ધરાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.