Madhavpur Ghed

Madhavpur Ghed !...Nature, Love, Meditation & Lifetime Memories...! Madhavpur - Ghed is a small village where Lord Krishna got married with Rukshmaniji..

માત્રુ ભાષા માં વર્ણન થાય એવું English માં ના કરી શકવા ના ગર્વ સાથે આપણાં ગુજરાતીઓ ને પરિચય આપવા નો એક નમ્ર પ્રયાસ સાથે....

માધવપુર (ઘેડ) એ નાંનકડુંક એવું મજા નું ગામ છે. અઈતિહાસિક રીતે અત્તી મહત્વ ધરાવતું આ એ જ ગામ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ રુક્ષમણીજી સાથે વિવાહ કર્યા હતા. ત્યાર થી લઇ ને આજ ની તારીખે અહી દર ચૈઇત્ર માસ માં પરંપરાગત મેળા નું આયોજન ગામ લોકો દ્વારા હોશે હોશે થાય છે જેમાં ભગવાન શ્ર

ી ના લગ્ન લેવાય છે. ગામ માં આવેલ ભગવાન શ્રી માધવરાય નું મંદિર વિધિવત કંકોત્રી લખી સર્વે પ્રજાજનો ને લગ્ન નું આમંત્રણ પાઠવે છે. ગામ લોકો જોશભેર લગ્ન ની દરેક વિધિ માં ભાગ લે છે, મન મૂકી ને ફુલેકા માં નાચે છે અને સાંજે દરિયે ન્હાવા જાય છે. ૧૨ મી સદી નું પ્રાચીન મંદિર દરિયા કિનારે આજે પણ ઉભું છે. મહાપ્રભુજી ની બેઠક પણ અહી મધુવન માં છે અને ભગવાન શ્રી કૃષ્ણ ના પગલા પણ મંદિર માં છે. જ્યાં લગ્ન થયા હતા એ સ્થળ પણ આજ ની તારીખે એ લગ્ન ના દ્રશ્યો કેવા હશે એની કલ્પના કરાવી જાય છે. ગામ માં પ્રવેશ વખતે જ ઝાપા પર ગદાવાવ ની વાવ છે જ્યાં ભીમે મધુવન ના રાક્ષસ નો સંહાર કરી રક્ત રંજીત ગદા ધોઈ હતી.

તદુપરાંત, ગામ ના વતની એવા હીરાભાઈ અને પછી થી ઓશો પાસે થી સન્યાસ લઇ લોકો દ્વારા પૂજાતા ભગવાન શ્રી બ્રહ્મવેદાંતજી ની કરુણ કૃપા હેઠળ નું આધ્યાત્મિક વાતાવરણ ધરાવતો ઓશો આશ્રમ એ માધવપુર ગામ ના મુકુટ પર ની સોના ની કલગી છે. અહીં ના આશ્રમ ની બેમિસાલ કળાકૃતિઓ અને કુદરતી સૌન્દર્ય જોતા કદાચ હડપ્પા સંસ્કૃતિ કે અન્ય પૌરાણિક સમય ના ચિત્રો નજર સામે આવી જાય. આ જગ્યા કુદરતે કૈક એવી બનાવી છે કે જેને તમે માત્ર અનુભવ જ કરી શકો, વર્ણન કરવા માં સારા સારા મોભી ઓ નું મગજ 'રામ રામ' કહી જાય !!! :)

અહી સાત્વિક પ્રસાદી વહેંચતું અન્નક્ષેત્ર ૨૪ કલાક ધમધમે છે જેનો લાભ હરકોઈ લે છે. દરરોજ સવારે ભગવાન શ્રી ના પ્રવચન બાદ શ્રમ-દાન અને સુર્યાસ્ત બાદ પ્રશ્નોત્તરી - સત્સંગ અને સંગીત સંધ્યા થાય છે. અનુયાયી ઓ આખો દિવસ ધ્યાન કરે છે. માત્ર અનુયાયીઓ માટે જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ માટે આશ્રમ ના દ્વાર હંમેશા ખુલા હોય છે. આશ્રમ ની અજાયબી એ છે કે અહી કોઈ જ જાત ના આયોજન કે નિયંત્રણ વગર કુદરત ના સંકેત મુજબ જ બધું ચાલ્યે રાખે છે. દર ૩ મહીને આશ્રમ નું સ્વરૂપ બદલાયા કરે છે.

કોઈ પણ જાત ના ધર્મ અને જાતી ના ભેદભાવો થી પર રહેતા દેશ વિદેશ થી સહેલાણીઓ અને ઓશો ના મિત્રો આશ્રમ માં રોકવા આવે છે, ધ્યાન કરે છે અને કુદરત ના ખોળાં માં ખોવાય જાય છે.

કોળી, લોહાણા, સોની, વાણીયા, બ્રાહ્મણ, મેર, અને અન્ય ઘણી જ્ઞાતિ ના લોકો વર્ષો ના વર્ષો થી અહીં હળી મળી ને રહે છે અને સારા નરસા પ્રસંગો માં એક પરિવાર ની જેમ એકબીજા ની પડખે ઉભે છે. જાણે આખું ગામ જ આખો પરિવાર. અમિતાભ બચન થી લઇ કોકિલાબેન અંબાણી જેવી હસ્તીઓ ઘણી વાર ગામ ની મુલાકાત લઇ ચુકી છે. ભારતીય સેના દ્વારા યુદ્ધ ના પરીક્ષણો પણ અહી ના દરિયા કાંઠે થઇ ચુક્યા છે. અહીં નો અરેબિયન સમુદ્ર કિનારો એશિયા ખંડ નો સૌથી સારા માં સારો, સ્વચ્છ અને શાંત છે. જો કે ચોમાસા માં એનું સ્વરૂપ વિકરાળ હોય છે. દરિયા કિનારે જ જંગલ હોય એવા ઓછા સ્થળો માં નું એક સ્થળ એ આ માધવપુર ગામ છે.

ગામ થી નજીક ફરવા લાયક સ્થળો માં રાણાવાવ ની અઈતિહાસિક ગુફા (ભોઉરું) કે જ્યાં બરડા ડુંગર પાસે કૃષ્ણ પર લાગેલ મણી ચોરી ના આરોપ ને દુર કરવા યુદ્ધ ખેલાયું હતું, પોરબંદર શહેર, મોચા ગામ નું મોચા હનુમાન નું મંદિર, માધવપુર થી આગળ જતા સોમનાથ સુધી અન્ય ઘણા રમણીય સ્થળો છે. ભારત ના અન્ય સ્થળો જેટલું પ્રચલિત ના હોવા છતાં કુદરત ના સંકેત મુજબ પહોંચી આવતા મુલાકાતીઓ અવારનવાર કહેતા થાકતા નથી કે "આ ગામ ની મજા કૈક અલાયદી જ છે !" ખરખર અતુલ્ય ભારત નું અતુલ્ય માધવપુર.... પધારો અમારા માધવપુર માં ક્યારેક :)

શ્રી માધવરાયજી મંદીર-માધવપુર ઘેડ (ગુજરાત)

માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઈતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. મંદીરનું શિખર વર્તુળાકાર છે. પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ, સપ્તમાતૃકા અને અન્ય મંદીરના ભગ્નાવશેષો પણ મળીઆવેલા છે. માધવરાયજીનાં આ મંદીરને ૧૬ થાંભલા છે. ૧૬ થાંભલાયુકત મંડપ "સિંહમંડપ" તરીકે જાણીતો છે. તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે.

માધવરાયજીનું આ જુનુ મંદીર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. નવું મંદીર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. જે પોરબંદરનાં રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે. આ નવા મંદીરમાં જુના મંદીરની જ પ્રતિમા (મુર્તિઓ) પધરાવવામાં આવેલ છે. કહેવાય છેકે સૌરાષ્ટ્રનાં વિખ્યાત બહારવટીયા મુળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ
્રાચીન મંદીર પર ભગવાન કૃષ્ણની ધજા ફરકાવી ગયેલા હતા. હાલ આ મંદીરનો વહીવટ ખુબજ સરસ રીતે શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ સંભાળે છે. દર વર્ષે ભરાતા મેળા અને રૂક્ષ્મણી વિવાહનુ સુંદર આયોજન પણ ટ્રસ્ટ જ કરે છે.

માધવપુરનો મેળો
પ્રારંભ

મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાથી પસાર થાય છે. લોકો પોતાની વેદના અથવા આનંદ વ્યકત કરતા રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ પણ પ્રાચીનકાળથી જ ભારતમાં સૌથી વધુ મેળાઓ થાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મેળાઓ ભરાય છે, જેવાકે ભાદરવા સુદ ૫ એટલેકે ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે બીજો ગરવા ગિરનારની ગોદમાં મહા વદ ૧૪ એટલેકે મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. જયારે અહીં માધવપુરમાં ચૈત્ર સુદ ૯ એટલેકે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભકિત-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે. જે ચૈત્ર સુદ ૧૩ નાં દિવસે પુર્ણ થાય છે. કહેવાય છેકે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હશે.
ઐતિહાસિક કથા અને મહત્વ

વિશ્વમાં ઉજવાતા અલગ અલગ ઉત્સવોની પાછળ કાંઈકને કાંઈક કથાઓ જોડાયેલી છે. તેવીજ રીતે માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળા માંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રંસંગની ઉજવણી બધાજ લોકો સાથે રહીને કરે છે. આમ પ્રાચીન સમયથી ચાલી આવતી લગ્ન પરંપરાને જીવંત રાખતો આ મેળો ઉજવાય છે. We have one of the world's best of the best beach, Maha Prabhuji Bethak, Madhavraiji Temple, Osho Aashram, and other historical places here. THe atmosphere is natural, you wish to visit it again & again.... Wel-come to Madhavpur...

By road: Junagadh is 327 km from Ahmedabad, 102 km from Rajkot, and 113 km from Porbandar, and is accessible by ST bus from each of these places, as well as from other cities in Gujarat by way of Veraval and Rajkot. Bus is recommended as the best way to get to Junagadh

By rail: Two express trains run on the Ahmedabad-Veraval line, one at night (with a rather inconvenient schedule) and one by day. Ahmedabad is 7.5 hours away by train. Junagadh is also on the Rajkot-Veraval line, with Rajkot 2.5 hours away, and Veraval 2 hours.

22/03/2023

Address

Madhavpur Ghed
Madhavpur
362230

Alerts

Be the first to know and let us send you an email when Madhavpur Ghed posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Madhavpur Ghed:

Share

Category