18/03/2023
સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી 1- મારી ફેવરીટ જગ્યા
આપણા દેશનું ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો વિશ્વવિખ્યાત છે અને આપણામાંથી ઘણા બધા તો મુલાકાત પણ લઈ આવ્યા હશે અને મારા જેવા તો છ થી સાત વખત જઈ આવ્યા હશે. અહિયાં ફરવા માટેની એટલી બધી જગ્યાઓ છે કે એક દિવસ જઈને આવીએ તો બધું ફરી ના શકાય એટલે ત્યાં રહીએ તો શાંતિથી ફરી શકાય, હું બીજી વખત ટેન્ટ સીટી 1 માં રોકાઈને આવી અને મારો અનુભવ કંઈક આવો રહ્યો,
* માં નર્મદાનો ખળખળ અવાઝ જ્યાં કાનમાં ગુંજયા કરે, સાતપુડા અને વીંધ્યાચાલ પર્વતમાળા જાણે જેની રક્ષા કરતું હોય અને કેવડીયાની રોનક વધારતું હોય એવું છે ટેન્ટ સીટી 1,
* જ્યાં અલગ અલગ ટાઈપ્સના રૂમના ઓપશન હોય છે, રહેવા માટેના પેકેજ મોસ્ટલી જમવા અને ફરવાની સાથેના હોય છે,
* ટેન્ટ સિટીમાં ક્યાંય પણ બેસી જઈએ તો અદભુત શાંતિનો અનુભવ થાય છે, સ્વિમિંગ પૂલમાં હળવાશની પળો માણી શકાય છે, આજુબાજુમાં સાયકલિંગ કરવા માટે સાયકલ હોય છે, ઇન્ડોર ગેમ્સ રમી શકાય છે અને પોતાની અને ફેમિલી સાથે સરસ સમય વિતાવી શકાય છે,
* અહીંયાની ટીમ હંમેશા આપણને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે તત્પર હોય છે અને બધા ખૂબ નમ્રતાથી વાત કરે છે,
* જમવાનું એકદમ મજા આવી જાય એવું હોય છે,
* અહીંયાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુના સ્થળોએ ફરવાની ટુરના પેકેજ અવેલેબલ હોય છે અને એની માહિતી રિસેપશન પરથી મેળવી શકાય છે,
* આ જગ્યા ડેસ્ટિનેશન વેડિંગ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે પણ સારી છે,
ટૂંકમાં કહું તો તમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ અને ત્યાં રોકવાનો પ્લાન કરો ત્યારે ટેન્ટ સીટી 1 માં રોકાજો તો તમારી મુલાકાતમાં ચાર ચાંદ લાગી જશે, બુકીંગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આ ટેન્ટ સીટી 1 છે. અમને એક રાતના એક રૂમના 11 હજાર આસપાસ થયા હતા જેમાં જમવાનું અને ફરવાનું ઇન્કલુડ હતું, તમે જ્યારે જવાના હોવ ત્યારની એમની ઓફર ચેક કરીને જઇ શકો છો.
વધારે માહિતી માટે તમે એમની વેબસાઈટ જોઈ શકો છો,
https://statueofunitytentcity.com/
ખાસ નોંધ- આપણું બજેટ હોય એ પ્રમાણેની જગ્યાએ રહેવાથી ફરવાનું બઉ મોંઘુ નથી લાગતું, ત્યાં રહેવા માટે બીજા ઓપશન્સ પણ છે.
Statue of Unity Tent City - 1