14/06/2023
જે યાદ રહી ગયા એ દિવસો હવે કેવી રીતે ભૂલાય..!
મિત્રો,
આપણાં પ્રદેશની મોટાભાગની પ્રાથમિક કેન્દ્ર શાળાઓમાં આજે નવાં નામાંકન થઈ રહેલા બાળકો માટે હર્ષભેર "શાળા પ્રવેશોત્સવ" 2023 કાર્યક્રમ માટે પ્રાથમિક શિક્ષકો દ્વારા ખૂબ જ સરસ તૈયારીઓ કરવામાં આવી છે. બાળકો રમતા રમતા ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે એ ખૂબ જરૂરી છે આજના આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવા બદલ હું મારા ભૂતકાળનાં સૌ અનુભવી સાથી શિક્ષક મિત્રોનો આભાર માનું છું 🙏 સાથે સૌ બાળકોને શુભેચ્છાઓ પાઠવું છું. 💐💐💐
હંમેશાં દુઃખ એ વાતનું થયાં કરે છે..!🤔
મિત્રો., આજથી દોઢ વર્ષ પહેલા તારીખ-: 13/11/2021 નાં રોજ મને આપણાં સંઘ પ્રદેશ પ્રશાસન પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની નોકરી માંથી છૂટા કરાયો હતો..! પંદર વર્ષથી (6 નવેમ્બર 2006 થી 13 નવેમ્બર 2021) સુધી પ્રાથમિક શિક્ષક તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવી..! અચાનક જિલ્લા પ્રશાસન દ્વારા ગંભીર નિર્ણય લેવાયો હું અને મારી સાથેનાં કુલ 280 જેટલા શિક્ષકોને નોકરી માંથી છુટ્ટા કરી દેવામાં આવ્યા હતાં..! આ આટલો કઠોર નિર્ણય તે સમયે વિભાગના એક ઉચ્ચ અધિકારી મેડમ અને એક સાહેબ દ્વારા લેવામાં આવ્યો હતો.. જે હવે અહીં આ પ્રદેશમાં નથી., .ખબર નહીં તેઓને આવું પગલું ભરવાનું કેમ સુઝ્યુ હશે..! હું પૂછું છું રોજ મારા અંતરની વેદના સાથે તેઓને કે એવી તે કેવી યોજના તૈયાર કરી સાહેબ તમે કે આ લાચાર અને ગરીબ પરિવારોનાં માતા-પિતાની મહેનત થી ભણાવેલા ડીગ્રી પ્રાપ્ત કરાવી દિકરા દિકરીઓને શિક્ષક યોગ્ય કર્યા અને શિક્ષણ વિભાગની તે સમયની બધી પ્રક્રિયામાં પરિપૂર્ણતા સાબિત કરીને શિક્ષક તરીકે નોકરી મેળવી હતી.., ને તમે છૂટા કર્યા..!😰 જેમનાં માતા પિતાએ જીવનમાં કરકસર કરી.., એમને ભણાવી નોકરી યોગ્ય કર્યા.., સરકારનાં જે તે સમયનાં નિયમ પ્રમાણે અને સરકારની જરૂરિયાત પ્રમાણે અમે સૌ આ શિક્ષકોએ નોકરી મેળવી હતી.. ને આ અધિકારીઓએ આવો કઠોર નિર્ણય લીધો.., ઘણું દુઃખ લાગે છે..! ગુણવત્તામાં કચાસ જણાઈ હોય ત્યાં તાલિમ અપાય.. શું છૂટા કરાય..? કોઈની રોજીરોટી આ રીતે છિનવાતી હોય..હવે ક્યાં ગયાં આ બધાં નિયમો...ધોઈ પી ગયાં..! અમારી સાથે શેનો બદલો ચૂકાવ્યો..અને એ કોણે.. શું તેઓ બધે પરિપૂર્ણ હશે.. કુદરતથી પણ ઉપર હશે..?..🤔
શું બગાડ્યું હતું અમે એમનું શાંતિમય રીતે ચાલતું અમારું જીવન છિન્નભિન્ન કરી નાખ્યું..! અધવચ્ચે અમારી જીવન નૌકાને ડૂબાડી ગયા..! જે સામેલ હતાં એ બધાં યાદ રાખજો સાહેબ.., તમારાં કર્મનું ફળ તમારે આ ધરતી પર જ ભોગવવું પડશે.. અમારી આંતરડી કકળી છે તમારી તો નહીં જ ઠરશે તમારી તૈયાર કરેલી યોજનામાં..તે સમયની પરીક્ષા પધ્ધતિમાં બધાને જ નહી પણ ફક્ત અમને જ લક્ષ્યમાં રાખીને છૂટા કર્યા છે. એ દેખીતું પાપ તમે કર્યું છે. પણ..એ અદ્રશ્ય ઈશ્વર બધું જોઈ રહ્યાં છે.. 😰 અમે તો અમારું અડધું ઉપરનું જીવન આ નોકરી રુપી સેવામાં સમર્પિત કરી દીધું અને હવે જ્યારે અમારા પરિવારને અમારી ખરી જરૂર પડી ત્યારે અમારી તમે શું હાલત કરી દીધી.! માંડ કોન્ટ્રાક્ટ પરનાં થોડાં પગારમાં અમારું જીવન ચાલતું હતું તે પણ તમને ખૂંચ્યૂ.. પંદર વર્ષ કોઈ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરી છૂટાં થયાં હોત ને સાહેબ તો તેમાં પણ કોઈ પ્રોવિડન્ટ ફંડ વગેરે નું વળતર અમને મળ્યું હોત ને તો થોડી રાહત પણ થતે.. પણ અહીં અમને શું મળ્યું..? અમારા માતા-પિતા સાથે આખા પરિવારની જવાબદારી સ્વિકારવાનો ખરો સમય આવ્યો ત્યારે તમે અમારી નોકરી ભરખી ચાલ્યા ગયાં..! અમને કંઈ વળતર પણ નહીં મળ્યું..અને જે વળતર રુપે મળ્યું તે ફક્ત 😥... આંસુ જે રોજ હવે વહે છે..!
😥 હે કુદરત શું કર્યો તે ન્યાય..! એ કર્તા અને કરાવનારાઓને ચમત્કાર ક્યારે બતાવશો..મારા ભગવાન..🤔🙏🤔😥હ્રદય કલ્પાંત કરે છે..!
હું એ દિવસોની યાદ હંમેશાં તાજી રાખીશ...! છૂટાં કરાયેલાં ઘણા શિક્ષકો મને વારંવાર ફોન કરી વેદના જણાવે છે. ક્યાં સુધી આશ્વાસન આપતો રહું...! ઈશ્વરને પ્રાર્થના એ સૌને હિમ્મત આપજો ને દુષ્ટોને સદબુદ્ધિ આપજો🙏
અમારી સાથે થયું એવું કોઈની સાથે નહીં થાય, હે પ્રભુ સૌને સદબુદ્ધિ આપજો..🙏
હિમ્મત આપતા રહેજો મિત્રો...💐🙏💐
🙏પરમ આદરણીય સ્વ. અટલ બિહારી વાજપેયીજી ની કવિતા જે સ્વ.જગજીત સિંઘના કંઠે ગવાઈ છે તે કવિતા દ્વારા મેં અહીં મારી કેટલીક યોદોને રજુ કરી છે.
તારીખ-: 14/06/2023