21/12/2023
ગોપી કાર્નિવલ કોરોના બાદ ભૂલાઇ ગયો:
ગોપી કાર્નિવલ તો ભૂલાઈ જ ગયો સાથે વિઝિટર્સ પણ 6 વર્ષમાં 17.56 લાખથી 5.86 લાખ થઈ ગયા.
વર્ષ 2020 પહેલાં શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ઐતિહાસિક ગોપી તળાવ ખાતેનો ગોપી કાર્નિવલ કોરોના બાદ ભૂલાઇ ગયો છે. પાલિકા અમદાવાદના કાંકરિયા કાર્નિવલની જેમ જ દર વર્ષે નાતાલથી થર્ટીફર્સ્ટ દરમિયાન આ કાર્નિવલ યોજતી હતો, જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે લોકો ખાણી-પીણીની મજા પણ માણતા હતા.
7 દિવસ ચાલતા આ કાર્નિવલમાં રોજ 30 હજાર અને છેલ્લા દિવસે તો 75 હજાર લોકો ઉમટા હતા. આમ, ગોપી કાર્નિવલ જે તે સમયે સુપરહીટ પુરવાર થયો હતો. જો કે, હાલમાં વિઝિટર્સની વાર્ષિક સંખ્યા 17.56 લાખ પરથી 7થી 8 લાખ થઈ ગઈ છે. છેલ્લા 9 માસમાં 5.86 લાખ વિઝિટર્સ નોંધાયા છે ત્યારે શાસકો ગોપી કાર્નિવલ માટે રસ દાખવે તેવી લોકોની માંગ છે.
કોરોનાને કારણે શહેરમાં 2 વર્ષથી ઘણા તહેવારો, કાર્યક્રમો તેમજ સામૂહિક આયોજનો પડતા મૂકાયા હતા, જેના પગલે આ બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ યોજાયો ન હતો. જો કે છેલ્લા બે વર્ષથી કાર્યક્રમ થાય છે પરંતુ ગોપી કાર્નિવલ માટે કોઇ આયોજન કરાતું નથી.